સાબરમતીથી કટોસણ રોડ અને કટોસણ રોડથી સાબરમતી જતી ટ્રેનનું ટાઈમ ટેબલ રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સાબરમતી-કટોસણ રોડ રૂટ પર ટ્રેન સવારે નીચે મુજબના સમયે ઉપડશે:
- સાબરમતી: સવારે 6:45
- કલોલ: સવારે 7:10
- કડી: સવારે 7:32
- ભોયણી: સવારે 7:48
- કટોસણ રોડ: સવારે 8:05
કટોસણ રોડથી સાબરમતી જતી ટ્રેનનું સમયપત્રક નીચે મુજબ છે:
- કટોસણ રોડ: સાંજે 7:05
- ભોયણી: સાંજે 7:11
- કડી: સાંજે 7:27
- કલોલ: સાંજે 7:55
- સાબરમતી: સાંજે 8:30
જોકે બીજી તરફ વધુ એક ટ્રેન સવારના સમયે કટોસણ રોડથી ઉપડી કડી, કલોલ, સાબરમતી જાય અને સાંજે સાબરમતીથી ઉપડી કલોલ, કડી થઈને કટોસણ રોડ પહોંચે તેવી વધુ પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.
