જાણો કોણ બન્યું કલોલ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ
કલોલ નગરપાલિકાના નવા પ્રમુખને વરણી કરાઇ છે. નવા પ્રમુખ તરીકે શૈલેષ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે હિમાક્ષી સોલંકી અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રકાશ વરઘડેની વરણી કરાઈ છે.
કલોલ નગરપાલિકાના હોલમાં બેઠક યોજાઇ હતી જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરાઈ હતી. કલોલ નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે જેને પગલે રોટેશન પ્રમાણે જનરલ બેઠક જાહેર કરવામાં આવી હતી.