કલોલના તેરસા પરામાં મહિલાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી 

કલોલના તેરસા પરામાં મહિલાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી 

Share On

કલોલના તેરસા પરામાં મહિલાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી

કલોલમાં જમીનોના ભાવ ઉચકાતા જાય છે તેમ જમીનો પચાવી પાડવાના કિસ્સામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. તેરસા પરા ગામમાં વાવવા આપેલ જમીન પર કબજો કરી દેનારા વિરુદ્ધ હવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોટેરા અમદાવાદ ખાતે રહેતા મહિલાની જમીન કલોલના તેરસાપરા ગામે આવેલી છે તેમના પિતાની જમીન તેઓએ તેમના કાકાના દીકરાઓને વાવવા માટે આપી હતી લક્ષ્મીબેન ને કોઈ ભાઈ ન હોવાથી આ જમીનની દેખભાળ તેમના કુટુંબીજનો કરતા હતા અને વાવવા આપેલી જમીન ઉપર તેમના કુટુંબી દ્વારા કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેમણે આ જમીન પરત મેળવવા અવારનવાર કુટુંબીઓ સાથે વાત કરી હતી પણ તેઓ જમીનનો કબજો આપતા નહોતા. જેથી મહિલા કલેકટર કચેરી પહોંચ્યા અને અરજી કરી હતી. આ અરજીને આધારે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર