કલોલ પૂર્વની લાઈબ્રેરીને જ્યોતિબા ફુલે નામ અપાશે:વણકર સમિતિની દેખીતી જીત

કલોલ પૂર્વની લાઈબ્રેરીને જ્યોતિબા ફુલે નામ અપાશે:વણકર સમિતિની દેખીતી જીત

Share On

કલોલ પૂર્વની લાઈબ્રેરીને જ્યોતિબા ફુલે નામ અપાશે

કલોલમાં લાઇબ્રેરીના નામને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહયો હતો જેનો હવે અંત આવી ગયો છે. નગરપાલિકાએ એક સભ્યની દરખાસ્તને આધારે નવીન બનેલ લાઇબ્રેરીને જ્યોતિબા ફૂલે નામ આપવાનું નક્કી કર્યું  છે. કલોલની વણકર યુવા સમિતિએ આ અંગે ફરી રજૂઆત કરી હતી જેને લઈને હવે તેમની માંગણી પર સિક્કો મારી દેવામાં આવ્યો છે.

 

આ અંગે સમિતિના નિલેશ આચાર્યે જણાવ્યું કે  5-10-2016ના રોજ વણકર યુવા સમિતિ દ્વારા રેલ્વે પૂર્વ વિસ્તારમાં કોમ્યુનીટી હોલ તથા લાયબ્રેરી બનાવવાની માંગણી કરવામાં આવી હતી. જેના આધારે નગરપાલિકામાં તા. 25-04-2018ના રોજ લાઈબ્રેરી બનાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી ગાંધીનગર જિલ્લા આયોજન કચેરી દ્વારા લાયબ્રેરી બાંધવાની મંજુરી આપવામાં આવી હતી ત્યારે તા. 09-09-2020ના રોજ નગરપાલિકા દ્વારા પૂર્વમાં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ઉપર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c781

 

આ સમયે  ભાજપના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં લાઈબ્રેરીનું નામ જયોતિબા ફૂલે નામાંકરણ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક સંસ્થાઓએ પાલિકા પ્રમુખને મળીને તેનું નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલે રાખવા રજૂઆત કરી હતી.જોકે અગાઉ એક વખત નામકરણ થઇ જાય તેને કઈ રીતે બદલાય તેવો પ્રશ્ન ઉભો થયો હતો.

જોકે ત્યારબાદ વોર્ડ નંબર 5ના કાઉન્સિલર બી.એચ.આચાર્ય દ્વારા લાઇબ્રેરીનું નામ જ્યોતિબા ફૂલે રાખવા દરખાસ્ત મૂકી હતી જેને પાલિકાના બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવી હતી. આ બાબતે વણકર યુવા સમિતિના પ્રમુખ નિલેશ આચાર્યે જણાવ્યું હતું કે આ લાઈબ્રેરી બને તે માટે અમે 2016થી રજૂઆતો કરી રહ્યા હતા.

 

ત્યારબાદ વર્ષ 2020માં લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે દરેક સમાજના અને સામાજિક સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં સર્વાનુમતે જ્યોતિબા ફૂલે નામ રાખવાનું નક્કી થયું હતું તો પણ ખોટો જશ ખાટવા આ બાબતે વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો.નિલેશ આચાર્યએ લાઇબ્રેરીનું નામ જ્યોતિબા ફૂલે રાખવા બદલ ખુશી વ્યક્ત કરીને પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ જે.કે.પટેલ તેમજ કાઉન્સિલરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે આગામી દિવસોની અંદર લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

શરમજનક:કલોલના શહીદ સ્મારકને લોકોએ જાહેર મુતરડી બનાવી દીધું,જુઓ ફોટો

અમેરિકામાં પકડાયેલ 7 ગુજરાતીઓનું શું થશે ? આવી મોટી અપડેટ 

Home sale

કલોલ સમાચાર