કલોલ મામલતદારે હાઇવે પર આવેલ ફ્લોર ફેકટરીમાં દરોડો પાડી તપાસ હાથ ધરી

કલોલ મામલતદારે હાઇવે પર આવેલ ફ્લોર ફેકટરીમાં દરોડો પાડી તપાસ હાથ ધરી

Share On

કલોલ મામલતદારે હાઇવે પર આવેલ ફ્લોર ફેકટરીમાં દરોડો પાડી તપાસ હાથ ધરી

કલોલ ખાતે આવેલી ભગવતી ફ્લોર ફેક્ટરીમાં આવેલ ઘઉંનો જથ્થો સરકારી યોજનાનો હોવાની આશંકાએ કલોલના મામલતદારે રેડ પાડીને તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન મામલતદાર એ 14 ટ્રકમાંથી સેમ્પલ લીધા હતા અને હંગામી ધોરણે ટ્રકોને સીજ કરી દીધી છે. કલોલ હાઇવે પર આવેલ ભગવતી ફ્લોર ફેક્ટરી ઘઉંનો લોટ બનાવે છે.મામલતદાર ફિલ્ડ વર્કમાં હતા ત્યારે તેમણે કંપની આગળ મોટી સંખ્યામાં ટ્રક જોતા તેમને શંકા ગઈ હતી જેથી તેમણે પુરવઠા તેમને બોલાવીને આગળ તપાસ હાથ ધરી હતી. પુરવઠા ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાવણી હાથ ધરાઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને ઘઉંનો જથ્થો સરકારી હોવાનું લાગ્યું હતું જેથી તેમણે 14 ટ્રક સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલ સમાચાર