કલોલમાં મેરેથોન દોડ યોજાઈ
જેસીઆઇ કલોલ દ્વારા દર વષૅ ની જેમ આ વખતે ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૨ રવિવાર નાં રોજ છઠ્ઠી મેરેથોન દોડ નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેરેથોન દોડમાં 30થી 45 વર્ષની કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી ચંદ્રકાંત બાબુભાઇ પિયજા વિજેતા બન્યા હતા. તેઓ હાલ કલોલ કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરે છે. તેઓએ કલોલ કોર્ટ તથા સમસ્ત અનુસચિત જાતિ સમાજનું ગૌરવ વધાર્યું હોવાની જણાવી શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
સમગ્ર મેરેથૉન દોડ માટે સ્ત્રી, પુરુષ એમ બંને ઉંમર-ગ્રુપ પ્રમાણે કેટેગરીઓ માં અલગ-અલગ કુલ ૨૪ વિજેતાઓ ને એવોડૅ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. મેરેથૉન દોડ નું ખુબ સુંદર આયોજન માટે કલોલ NCC ગ્રુપ ના નવયુવાનો દ્વારા સહકાર મળેલ હતો. સમગ્ર મેરેથોન ૯કિમી. દોડ પ્રોજેકટ નું આયોજન અને સફળ સંચાલન જેસીઆઇ કલોલ પ્રમુખ જેસી રોનકભાઇ ખમાર, મંત્રી જેસી દેવાંગ ગજ્જર, પ્રો.ચેરમેન જેસી કૃણાલ પટેલ તથા વષૅ ૨૦૨૨ નાં તમામ જેસી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

Clean Air, Clean Water, Clean City મેસેજ સાથે નીકળેલ મેરેથોન દોડ કુલ ૯ કિ.મી. પરંપરાગત કલોલ નગર ના રાજમાર્ગો પર ભારે હષોૅઉલ્લાસ સાથે યોજાઇ હતી. મેરેથોન દોડ માં કલોલ ની સ્થાનિક શાળાઓ, કોલેજો અને અન્ય જાહેર નાગરિકો માંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રતિસ્પધીૅઓ એ ભાગ લીધો હતો.
મેરેથોન દોડ માટે સવારે ૬:૩૦ કલાકે થી વખારીયા સ્કૂલ મેઇન ગેટ પાસેથી શ્રી. ગોવિંદભાઇ પટેલ (પ્રભારી,પાટણ જીલ્લા ભાજપા તથા ટ્ર્રસ્ટીશ્રી, જોયફુલ સ્કુલ) શ્રીમતી ઉર્વશીબેન પટેલ (પ્રમુખશ્રી, કલોલ નગરપાલિકા) શ્રી.હિરેનભાઇ પટેલ(શ્રીહરિ એજ્યુકેશન કન્સલટન્સી પ્રા. લિ.) શ્રી. રોનકભાઇ ખમાર (પ્રમુખ,જેસીઆઇ કલોલ) શ્રી.સુભાષભાઇ ગઢવી (પ્રમુખ, જેસીઆઇ ચેરીટેબલ ટ્ર્રસ્ટ) દ્વારા ફલેગઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.

કલોલમાં ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે
