Story By Prashant Leuva
કલોલ પૂર્વના પ્રાણ પ્રશ્નોને લઈને બેઠકનું આયોજન કરાયું

કલોલ પૂર્વ વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી હતી.
‘
કલોલ પૂર્વ વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી, તૂટેલા રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યા વ્યાપક બની છે. આ ઉપરાંત, નાગરિકોએ એક એમ્બ્યુલન્સની સુવિધા અને ટીપી ત્રણના વિકાસની માંગ પણ ઉઠાવી હતી. બેઠકમાં ઉપસ્થિત યુવાનો અને નાગરિકોએ સ્થાનિક સત્તાધિકારીઓને આ મુદ્દાઓના ઝડપી નિરાકરણ માટે અપીલ કરી.
આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને લઈને એક પ્રસ્તાવ તૈયાર કરીને સ્થાનિક વહીવટી તંત્રને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. નાગરિકોએ જણાવ્યું કે, આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં આંદોલનની ચીમકી પણ આપી છે. આ બેઠકે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાનું અને સામૂહિક રીતે સમસ્યાઓનો સામનો કરવાનો સંકલ્પ દર્શાવ્યો છે.