મેગા આયુષ સારવાર નિદાન કેમ્પનું આયોજન
છત્રાલ ગામે નિ:શુલ્ક મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય ભાવનાબેન પટેલ, સરપંચશ્રી છત્રાલ દિનેશભાઈ પટેલ, છત્રાલ જી.આઇ.ડી.સી. પ્રોગ્રેસિવ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ના પ્રમુખશ્રી ગિરિશભાઇ પટેલ અને મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, છત્રાલ-1 તાલુકા સદસ્યશ્રી નાગરજી ઠાકોર, છત્રાલ-2 તાલુકા સદસ્ય શ્રીમતી અનીલાબેન પટેલ, ઇસંડ તાલુકા સદસ્યશ્રી રાજેશભાઇ પ્રજાપતિ, છત્રાલ કેળવણી મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી છત્રેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ પટેલ, ઝવેરી હાઈસ્કુલ છત્રાલ ના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ બાવરીયા તથા ગામના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો.
આ કેમ્પમાં સાંધાના રોગોના 46, સ્ત્રી રોગના 29, બાળ રોગ ના 19, લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડરના 34, આયુર્વેદ જનરલ ઓપીડી ના 92, હોમિયોપેથી જનરલ ના 123, માનસિક રોગના 32, વ્યસન મુક્તિના 15 આમ કુલ 390 દર્દીઓએ સારવાર મેળવી હતી.
આ પ્રસંગે રોગ મુજબ યોગની ઓપીડીમાં 106 દર્દીઓને રોગ અનુસાર યોગ નિષ્ણાંતો દ્વારા યોગાસન અને પ્રાણાયામ પણ શીખવવામાં આવ્યા હતા તથા રોગપ્રતિરોધક શક્તિ વર્ધક ઉકાળાનો 2280 લાભાર્થીઓએ લાભ લીધો.
વનસ્પતિ પ્રદર્શન નો 1070 લોકોએ લાભ લીધો. રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટના કુલ 40 લાભાર્થીઓએ લાભ લીધો. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય ભાવનાબેન પટેલ એ આ પ્રસંગે આયુર્વેદની પ્રાચીનતા અને તેમ છતાં સાંપ્રત સમયમાં સ્વાસ્થ્ય જાળવણી માટે આયુર્વેદની શ્રેષ્ઠતા વિશે જણાવ્યું હતું તથા આયુર્વેદ, હોમીયોપેથી અને યોગ જેવી આયુષની પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી પર ભાર મૂક્યો હતો.