મહેસાણા કોર્ટે કેમ જીજ્ઞેશ મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો, જાણો

મહેસાણા કોર્ટે કેમ જીજ્ઞેશ મેવાણીના ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂક્યો, જાણો

Share On

 

જીજ્ઞેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ: મહેસાણા કોર્ટનો આદેશ

કોર્ટની પરવાનગી વગર નહીં જઈ શકે ગુજરાત બહાર- મહેસાણા સેશન્સ કોર્ટએ આપ્યો ચુકાદો

જીજ્ઞેશ મેવાણીની મુસીબતમાં ફરી વધારો થયો છે. કોર્ટ દ્વારા આજે નવો એક ચુકાદો આપવામાં આવ્યો છે. વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કુલ દસ આરોપીઓને વર્ષ ૨૦૧૭ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો જેને લઈને ચકચાર મચી ગઇ હતી.

જેને લઈને આ હુકમ પડકારતી મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઇલ કરવામાં આવી હતી;જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય  જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કનવીનર કૌશિક પરમાર,રમુજી પરમાર,સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની તેમજ પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા – આ મુજબની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે ઉનાકાંડાના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરા ના લવારા ગામે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી દલીત સમાજના ઇસમની જમીનમાં ૫૦ વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતા. કૂચના અંતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજને સફળતા મળી હતી અને જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબઝો અપાવવામાં આવેલ. પરંતુ, આ રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીજ્ઞેશ મેવાણી અને અન્યો સામે FIR કરવામાં આવી હતી, જેમાં તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી.

જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો,હાર્દિક-અલ્પેશના વળતા પાણી

 

 

ગુજરાત સમાચાર