જીવ બચાવવા માટે યુવાન સલૂનની દુકાનમાં ઘૂસ્યો…..
મળતી વિગતો મુજબ સાંજના સમયગાળા દરમિયાન પંચવટી ગોપાલ નગર સોસાયટીમાં રહેતા પટેલ જૈમીન કુમાર પ્રહલાદભાઈ સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુદર્શન ચોકડી પાસે પહોંચતા તેમના પર ટોળાએ તલવાર વળે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પટેલ જૈમીન પ્રહલાદભાઈ સુદર્શન ચોકડી પાસે શાકભાજી લેવા અર્થે ઉભા હતા.
ત્યારે ટોળામાં ઉભેલા એક ઇસમ દ્વારા તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવામાં આવી હતી. જેથી જૈમીનભાઈએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા અન્ય ઈસમ દ્વારા જૈમીન ભાઈ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં જૈમીન ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.