કલોલનાં મોખાસણમાં પ્રેમ સંબંધ મામલે આધેડની હત્યા, આરોપીઓ ઝડપાયા 

કલોલનાં મોખાસણમાં પ્રેમ સંબંધ મામલે આધેડની હત્યા, આરોપીઓ ઝડપાયા 

Share On

કલોલનાં મોખાસણમાં પ્રેમ સંબંધ મામલે આધેડની હત્યા, આરોપીઓ ઝડપાયા

કલોલ : કલોલના  મોખાસણ ગામમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ મોખાસણના રતનજી છનાજી ઠાકોર પર લોખંડના સળિયા તથા શરીરના ઘા મારી હત્યા કરી હતી. જેને પગલે પોલીસ દોડતી થઈ હતી.

ઘટનાની વિગત અનુસાર મૃતકને અગાઉ પ્રેમ સંબંધ હોવાથી તેની અદાવત રાખી આરોપીઓ દ્વારા કડિયા કામ કરી રહેલ રતનજી છનાજી ઠાકોરને લોખંડના સળિયાના ફટકા માથાના ભાગે તથા પેટના ભાગે છરીના ઘા મારી શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડતા તેઓ મૃત્યુ પામ્યા હતા. જેથી કલોલ તાલુકા પોલીસ તેમજ ગાંધીનગર એલસીબી અને એસ ઓ જી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસે સંજય ઉફે મંગો અમરાજી ઠાકોર અને જયેશજી અમરાજી ઠાકોરને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર