કલોલમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ,વાંચો વિગત 

કલોલમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ,વાંચો વિગત 

Share On

કલોલમાં ગેસ લીકેજની મોકડ્રીલ યોજાઈ,વાંચો વિગત

કલોલમાં સીઆઈએસએફ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. કલોલના ઓએનજીસી ગેસ સ્ટેશન ખાતે ગેસ લીકેજની  મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓનું સતર્કતા ચક્સવા તેમજ લોકજાગૃતિ માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં CISF,ONGC,IFFCO,NDRF,SDRF,BSF જેવી એજન્સીઓએ ભાગ લીધો હતો. ગેસ લીકેજ અને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય તો કઈ રીતે કામ કરવું તે માટે કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કવાયત દરમિયાન,બચાવકાર્ય,લીકેજ બંધ કરવું,આગ બુઝાવવી વગેરે કામગીરી કરવામાં આવી હતી.

કલોલ સમાચાર