કલોલમાં ઝાડા ઉલ્ટી ના 120થી વધુ કેસ
કલોલમાં ફરી એકવાર રોગચાળો વકર્યો છે. શહેરના રેલવે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ઝાડા ઉલ્ટી ના કેસ નોંધાયા છે જેને કારણે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. કલોલમાં આવેલ જય ભવાની રોહાઉસ,આકાશદીપ,મજુર હાઉસિંગના છાપરા,બનાસ નગર,તેજાનંદ,ગૌતમ નગર,કેશવ નગર,દીવડા તલાવડી વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
જેને લઈને પાલિકા તંત્ર દ્વારા દર્દીઓના સ્ટૂલના સેમ્પલ અને સમગ્ર વિસ્તારમાંથી પાણી સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 17 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ ગટર અને પીવાનું પાણી ભેળસેળયુક્ત થઈ જતાં કલોલ પૂર્વમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારને કૉલેરાગ્રસ્ત જાહેર કરી ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરાયું હતું. તે સમયે કલોલ પૂર્વના જેપીની લાટી, ત્રિકમનગર, શ્રેયસના છાપરા સહિતના વિસ્તારોમાં રોગચાળો ફેલાયો હતો.
કલોલ નગરપાલિકાએ રોગચાળો અટકાવવા સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. આવા લીકેજ મળી આવે તો તેને તાત્કાલિક સમારકામ કરવામાં આવશે જેથી આ રોગચાળો આગળ વધતો અટકી જાય. સફાળી જાગેલ પાલિકાએ દુષિત પાણી કે ગટર ઉભરાવવાની સમસ્યા હોય તો જાણ કરવાની નાગરિકોને અપીલ કરી છે. તેમજ બનાસ નગરમાં આવેલ દિન દયાળ કેન્દ્રમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર લેવા જણાવાયું છે.
સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે દૂષિત પાણીની સમસ્યા વાંરવાર ઊભી થાય છે. નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં તેનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્ર દ્વારા 27 ટિમો બનાવીને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ બે ઓપીડી પણ શરુ કરાઈ છે.
કલોલમાં ગંદકીથી ફરી રોગચાળો ફેલાવવાનો ભય
કલોલ કોલેરા રોગચાળા મામલે કોણે કલેકટરને દિલ્હી હાજર થવા નોટિસ ફટકારી ?