કલોલમાં સફાઈ બાબતે દુર્લક્ષ સેવવામાં આવતા રોગચાળો વકરવાનો ભય
કલોલ નગરપાલિકા ની કામગીરી પ્રત્યે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થતા હોય છે, જેમાં વધુમાં એક સવાલ ચર્ચાનો વિષય બન્યો છે, કલોલ નગરપાલિકાના વોટર વર્કસની બહાર મોટી માત્રામાં કચરો ઠાલવતી હોવાના સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. બાળકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે સરકાર દ્વારા અર્થાત પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ કલોલ નગરપાલિકા બાળકોના આરોગ્ય ને અવગણતી હોય તેમ આંગણવાડી ની બહાર કચરો ઠાલવી ને રોગચાળાને નિમંત્રણ આપી રહી હોય તેવા સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. સેનેટરી ચેરમેનના વોર્ડમાં જ આ પ્રકારનો કચરો અને ગંદકી જોવા મળતા લોકોમાં રોષ વધ્યો છે.
અહીં કચરો નાખતા સફાઈ કર્મચારીઓને સ્થાનિકો દ્વારા ટોકવામા પણ આવ્યા હતા, તેમ છતાં પણ તેઓ ટસથી મસ ન થઈ કચરો નાખવાનું ચાલુ જ રાખ્યું હતું. તેમજ તેમણે કહ્યું કે નગરપાલિકાનું ટ્રેક્ટર આવીને ભરી જશે આ વાત પર સ્થાનિકો નો આક્ષેપ છે કે નગરપાલિકાનું ટ્રેક્ટર મહિને એકાદ બે વખત જ આવે છે, કચરાના નિકાલ માટે તુરંત જ પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની રજૂઆત છે.
આ ઉપરાંત કવિતા સ્કૂલની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં આંગણવાડીઓ પર આવેલી છે જ્યાં ઘણી મોટી સંખ્યામાં બાળકો આવતા હોય છે, પરંતુ આ દુષિત કચરાને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થાય તેવી ભીતિ સાથે તંત્રની ઉદાસીન કામગીરી પ્રત્યે સૌ કોઇ માં રોષ જોવા મળી રહ્યો છે.
કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ? વાંચો એક્સક્લૂઝિવ સ્ટોરી


