કલોલમાં નેતાપુત્રનું પરાક્રમ
કલોલમાં એક નેતાના પુત્રે પરાક્રમ કરતા પોતાની કંપનીના બે જુના માણસોનું કિડનેપ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પોતાની કંપની કરતા માણસોએ બીજી કંપનીમાં નોકરી શોધી લેતા નેતાના પુત્રને ધંધામાં નુકશાન જતું હતું જેથી તેણે અપહરણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. કલોલમાં રહેતા હર્ષ ગોવિંદભાઈ પટેલ અને વરુણ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
ફરિયાદી માનસ મોહંતી હાલમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે તેઓએ હર્ષ ગોવિંદભાઈ પટેલની સાથે 2014 થી 2019 સુધી મેનેજર તરીકે નોકરી કરતા હતા અને ઓગસ્ટ 2019 માં બીજો મેનેજર આવતા હોય નોકરી છોડી દીધેલ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રો પણ કામ કરતા હતા તેઓને પણ નોકરી છોડાવી દીધી હતી અને તેઓ વતન પરત જતા રહ્યા હતા.
આ બાદ અન્ય નોકરી મળી જતા તેઓએ તેમના મિત્રોને પરત બોલાવી દીધા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીના રાત્રે ના 10 વાગ્યાના સુમારે ઇન્ડસ્ટ્રી કંપનીના મેનેજર દવેનો વિશ્વજીત જૈન નામે મોબાઈલ પર ફોન આવેલો કે તમે રહો છો ત્યાં માનસ ભાઈ રહે છે કે નહીં હું અને હર્ષભાઈ પટેલ ત્યાં તમારા રૂમ પર આવીએ છીએ.
બીજી તરફ હર્ષ પટેલનો પણ ફરિયાદી પર અલગ અલગ નંબરથી ફોન આવતો હતો અને ગંદી ગાળો બોલીને કહેતા હતા કે તમે જે કંપની માં કામ કરો છો ત્યાંથી છોડીને જતા રહો તમારા ત્યાંથી નોકરી છોડ્યા પછી કોઈ જગ્યાએ નોકરી કરવાની નથી અમારે ધંધામાં નુકસાન પડે છે જેથી તે લોકો આવી અને કોઈ મગજમારી થાય તે પહેલાં હું બાજુના રુમમાં જતો રહેલો.
આ બાદ હર્ષ પટેલ અને તેમનો મેનેજર અમારા રૂમ પર આવેલા અને વિશ્વજીત અને નિહાર રંજનને ગંદી ગાળો બોલે તેમની બલેનો ગાડી માં જબરજસ્તીથી બેસાડીને લઇ ગયેલ ત્યાર બાદ રાત્રીના બે વાગ્યાના આસપાસ ગાડીમાં બંને જણાને બેસાડીને પાછળ આવેલા અને રૂમમાંથી ફટાફટ બેગ પેક કરાવીને તેઓને ગાડીમાં બેસાડી પાછા લઈ ગયેલા.
ત્યાંથી તે બંને જણાને ફોન સ્વીચ ઓફ આવે છે અને ત્યારબાદ વંદના ફોન પરથી મને વિશ્વજીત નો ફોન આવેલો કે અમને હર્ષ પટેલ અને વરૃણે તેમની કંપની મેટલ ટેક ખાતે લઇ જઇને ખૂબ માર માર્યો છે અને આ કંપની છોડી ભાગી જાવ નહીં તો અમને જાનથી મારી નાખશે તેવું જણાવેલ.
ત્યારબાદ ફરિયાદીએ ફોન પર સંપર્ક કરતાં બંનેનો નંબર સ્વીચ ઓફ આવતો હતો તેમજ અત્યાર સુધી કોઈ સંપર્ક થયેલ ન હોય અને તેઓ બંને જણાને ક્યાં રાખેલ છે તેની પણ ખબર નથી જેથી મેટલ ઇન્ડસ્ટ્રીઝ કંપની ના માલિક હર્ષ ગોવિંદભાઈ પટેલ અને મેનેજર તેમની બલેનો ગાડીમાં મારા બંને મિત્રો અપહરણ કરી ગેરકાયદેસર અટકાયત કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.