કલોલ પૂર્વમાં રોડ રસ્તા બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ 

કલોલ પૂર્વમાં રોડ રસ્તા બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ 

Share On

કલોલ પૂર્વમાં રોડ રસ્તા બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ


કલોલના પૂર્વ વિસ્તારમાં તૂટી ગયેલ રોડ રસ્તા નવા બનાવવાની કામગીરીની શરૂઆત થઇ છે. રાધાકૃષ્ણ મંદિરથી રોડ બનાવવાનું શરુ થનાર છે. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કલોલ નગરપાલિકાના વોર્ડ નં 5 માં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી હતી.

આ દરમિયાન સોસાયટી દીઠ જોઈન્ટ આપવાની કામગીરી પૂર્ણ થઈ હોય ત્યાં તૂટેલા સી સી રોડને ફરી નવા બનાવવાની કામગીરી આજ રોજ શરૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્રદેશ ભાજપના નેતા નિલેશભાઈ આચાર્ય,કોર્પોરેટર તિમિરભાઈ જયસ્વાલ  અને ધર્મેન્દ્રભાઈ વ્યાસ હાજર રહ્યાં હતાં.

કલોલમાં એસઓજીએ ગાંજાના જથ્થા સાથે ઇસમને ઝડપી લીધો

કલોલ સમાચાર