કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે
કલોલમાંથી વંદે ભારત ટ્રેન પસાર થવાની છે. સાબરમતીથી જોધપુર સુધી ટ્રેન દોડશે પરંતુ કલોલ ઉભી રહેવાની નથી. રાજસ્થાનના જોધપુર શહેરથી અમદાવાદ ગુજરાતની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 9 જુલાઈ, 2023 ના રોજ દોડવાની છે. જોધપુર-અમદાવાદ (સાબરમતી)- જોધપુર વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન સેવામાં સાત એસી ચેરકાર, 1 એસી એક્ઝિક્યુટિવ ચેરકાર કોચ સહિત આઠ કોચ હશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બંને શહેરો વચ્ચેનું અંતર દોઢ કલાકથી ઘટાડશે. આ રૂટ પરની અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન સાડા સાત કલાકમાં તેની સફર કવર કરે છે.
જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ (12461) 9મી જુલાઈ 2023થી અઠવાડિયાના દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે જોધપુરથી ઉપડશે. આ ટ્રેન રાજસ્થાનના જોધપુરથી સવારે 5.55 કલાકે ઉપડશે. તે બપોરે 12.05 કલાકે અમદાવાદ (સાબરમતી) પહોંચશે. વળતી દિશામાં, અમદાવાદ (સાબરમતી)-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (12462) 9 જુલાઈ, 2023 થી દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ દોડશે. તે અમદાવાદથી સાંજે 4.45 કલાકે ઉપડશે અને રાત્રે 10.55 કલાકે પહોંચશે.
કલોલના ભગવતી શોપિંગની દુકાનોના ફરી તાળા તૂટતા વેપારીઓમાં રોષ
જોધપુર-અમદાવાદ (સાબરમતી)-જોધપુર વંદે ભારત ટ્રેન પાલી મારવાડ ખાતે બે મિનિટ, ફાલના બે મિનિટ, આબુ રોડ પાંચ મિનિટ, પાલનપુર બે મિનિટ, મહેસાણા બે મિનિટ રૂટમાં ઉભી રહેશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જોધપુર અને અમદાવાદ વચ્ચે શ્રી ગંગાનગર-નાંદેડ સાહિબ એક્સપ્રેસ ટ્રેન સાત કલાક 35 મિનિટમાં મુસાફરી પૂરી કરે છે. આ સિવાય બિકાનેર-યસવંતપુર એક્સપ્રેસ બે સ્ટેશન વચ્ચેનું અંતર 7.40 કલાકમાં કાપે છે.