અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકો માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી અપીલ કરી છે. તેમણે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર આવા સૌને મદદ કરે અને સહાનુભૂતિ બતાવે એવી હું જાહેરમાં વિનંતી કરું છું.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ફ્લાઇટ સીધી એવિએશન ક્લબમાં લેન્ડ થઈ રહી છે. અમેરિકાથી આવતા અધિકારીઓ અને ભારતના ગૃહ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે અહીં એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં લોકોને આ રીતે ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અંગે ચર્ચા થશે. આ સમયગાળા દરમિયાન ડિપોર્ટ કરાયેલા તમામ લોકોને ગૃહ મંત્રાલયના અધિકારીઓને સોંપવામાં આવશે. આ પછી, આ બધા લોકોના દસ્તાવેજો તપાસ્યા પછી, તેમને તેમના ઘરે મોકલી દેવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે આ ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે. જેમાંથી પાંચ વ્યક્તિઓ કલોલ પંથકના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરી અને સરકારે અન્ય દેશોના લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન બુધવારે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું.