નીતિન પટેલને કડીમાં ગાયે ભેટુ મારતા હોસ્પિટલ ભેગા કરાયા
કડી ખાતે આજે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભાગ લીધો હતો. આ યાત્રા દરમિયાન એક ગાયે તેમની પર હુમલો કરી દેતા ઢીંચણમાં ઇજા થઇ હતી. જેને પગલે તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા નીતિન પટેલને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓને લોકોના સહારે હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. \
કલોલમાં આખલા યુદ્ધ, અનેક વાહનને નુકશાન, એક વ્યક્તિ ઘાયલ
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિવિધ શહેરોમાં ત્રિરંગા રેલી પણ કાઢવામાં આવી રહી છે. આવી જ એક રેલીમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા અને રખડતા ઢોરને કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ કડીમાં એક વિદ્યાર્થી પર ગાયે હુમલો કર્યો હતો.
કડી-કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો