પાટીલ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ સણસણતો જવાબ આપ્યો, વાંચો શું કહ્યું

પાટીલ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ સણસણતો જવાબ આપ્યો, વાંચો શું કહ્યું

Share On

જીજ્ઞેશ મેવાણીનું અલ્ટીમેટમ : કરમાવતમાં પાણી નહીં તો ભાજપને વોટ નહીં

જીજ્ઞેશ મેવાણીએ સીઆર પાટીલને પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સી.આર પાટીલ CM, પાણી પૂરવઠા મંત્રી કે અધિકારી નથી, દખલગીરી ના કરે. મેવાણી આજે મુખ્યમંત્રીને મળીને અંતિમ રજૂઆત પણ કરવાના છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પાણીની વર્ષોથી સમસ્યા છે. સરકાર કિન્નાખોરી રાખી કેટલાય સમયથી લોકોને પાણી આપી નથી રહી.વડગામના બે જળાશયો કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના પાણીથી ભરવા માટે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી લડત ચલાવી રહ્યા છે. અનેક વખત વિધાનસભામાં તેમણે પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો છે તેમ છતાં સરકાર વડગામના લોકોને પાણી આપવા રાજી નથી તેમ પ્રતીત થઇ રહ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ એક વિડીયો જારી કરીને અલ્ટીમેટમ આપી દીધું છે. વડગામના કરમાવત તળાવમાં પાણી નહીં આપવામાં આવે તો ભાજપને આ વખતે વોટ નહીં મળે.

થોડા દિવસ અગાઉ ખેડૂતોએ પણ આ મુદ્દે રેલી કાઢી હતી પરંતુ પાણી લાવવાની યોજના અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને મળીને પાણી બાબતે અલ્ટીમેટમ આપવામાં આવશે. લોકોની તાકાત જોઈને સરકારે પાણી લાવવાના ઠાલા વચન આપ્યા છે બાકી તેમની કોઈ મંશા ન હોવાનો આક્ષેપ મેવાણીએ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મુક્તેશ્વરની  પાઇપ લાઈન મંજુર કરાવી, છાપીમાં ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના મેં કરાવી તો સરકાર કેમ કરમાવત તળાવમાં પાણી નાંખી શકતી નથી.

નોંધનીય છે કે જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં કેટલીય વખત પાણી બાબતે રજૂઆત કરી છે. પાલનપુરમાં અનેક રેલીઓ અને ધરણા કર્યા છે. વર્ષોથી વડગામમાં પાણીનો પ્રાણપ્રશ્ન છે તેનો ઉકેલ લાવવા જીજ્ઞેશ મેવાણી અથાક પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેમ છતાં સરકારે પાણીનું એક ટીંપુ પણ વડગામને આપ્યું નથી આ સંજોગોમાં ભાજપના બહિષ્કારનું અલ્ટીમેટમ આપવામાં આવી શકે છે.

જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો,હાર્દિક-અલ્પેશના વળતા પાણી

 ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
 

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ

ગુજરાત સમાચાર