કલોલમાં ચા ઢોળાવા જેવી નજીવી બાબતે છરી મારતા એક ઈજાગ્રસ્ત 

કલોલમાં ચા ઢોળાવા જેવી નજીવી બાબતે છરી મારતા એક ઈજાગ્રસ્ત 

Share On

કલોલમાં ચા ઢોળાવા જેવી નજીવી બાબતે છરી મારતા એક ઈજાગ્રસ્ત

કલોલના કાંઠા ગામે માતાજીના દર્શનાર્થે જતા ભક્તો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  પૂર્વમાં આવેલ  કચ્છી વાડી પાસે માતાજીના દર્શનાર્થે જતા ભાવિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ચા લેવા ગયેલા મહેશભાઈ માધાભાઈ દંતાણીના હાથમાંથી જગુભાઈ કરમશીભાઈ દંતાણી પર ચા ઢોળાઈ હતી.
જેને પગલે જગુભાઈએ મહેશભાઈ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ઠપકો આપવા ગયેલા અજયભાઈ માધાભાઈ દંતાણી પર જગુભાઈએ ઘરેથી છરો લાવીને હુમલો કર્યો હતો.હુમલામાં અજયભાઈને ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઈજાગ્રસ્ત અજયભાઈને પ્રથમ કલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કલોલ સમાચાર