છત્રાલમાં કારની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત,વાહનચાલક ફરાર 

છત્રાલમાં કારની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત,વાહનચાલક ફરાર 

Share On

કારની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત

કલોલમાં છત્રાલમાં કાર ચાલકે બેફામ ગાડી હંકારીને એક વ્યક્તિને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનું અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. છત્રાલ હાઇવે પર ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને વધુ સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ  ખસેડાયા હતા.
ઘટનાની વિગતો અનુસાર સ્વાગત એગ્રો કંપની સામે આવેલ રોડ પર એક વાહનચાલકે કૈલાશ કટારા નામના વ્યક્તિને ટક્કર મારી હતી. જેથી તેઓના માથામાંથી લોહી નીકળતું હતું તેમજ રસ્તાની વચ્ચે પડ્યા હતા. તેઓને ગંભીર ઇજા થતા 108 બોલાવીને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમિયાન મોડીરાત્રે ઈજાગ્રસ્તનું મૃત્યુ થયું હતું.
આ બનાવને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી. અજાણ્યો વાહનચાલક વાહન લઈને ભાગી ગયો હતો. જેને લઈને મૃતકના ઓળખીતાઓની ફરિયાદ લઈને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે પોલીસે તપાસ આદરીને અજાણ્યા વાહનચાલકને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
                કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો 

કલોલ સમાચાર