કલોલમાં ગરનાળા બાદ હવે બીવીએમ ફાટક પણ ભારે વાહનો માટે બંધ,ફક્ત ટુ-વ્હીલરને પ્રવેશ
BY ભાર્ગવ જાદવ
કલોલ – કલોલ રેલ્વે ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે આડશ લગાવાયા છે. હવે, રેલવે ફાટક પર પણ ટૂ-વ્હીલર સિવાયના અન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં એંગલ લગાવવામાં આવ્યા છે જેથી ફક્ત ટૂ-વ્હીલર્સ જ પસાર થઈ શકે.
બીવીએમ ફાટક પર હાલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન અપાયું છે. હવે બીવીએમ ફાટક પરથી ફક્ત ટૂ-વ્હીલર વાહનો જ પસાર થઈ શકશે.
મોટા વાહનો માટે વૈકલ્પિક માર્ગ રૂપે માર્કેટયાર્ડ બ્રિજનો ઉપયોગ ફરજિયાત રહેશે.
રેલ્વે ગરનાળામાં હવે ફક્ત ટૂ-વ્હીલર્સ અને રીક્ષાઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલાં વિસ્તારમાં સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે લેવામાં આવ્યા છે.