કલોલમાં વડાપાઉં, પકોડી,સમોસા વેચતી દુકાનો બંધ કરાવાઈ
કલોલમાં કોલેરાના ચાર જેટલા કેસ નોંધાયા છે. આ કેસ નોંધાતા કલોલ નગરપાલિકા ખાણીપીણીના ધંધાઓ ઉપર ત્રાટકી છે. કલોલ નગરપાલિકા દ્વારા કલોલ ના મોટાભાગના નાસ્તા ગૃહો બંધ કરી દેવામાં આવ્યા છે. કલોલમાં વડાપાવ, સમોસા, પકોડી વેચતા લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકાએ 35 કિલો ચિકન,350 લિટર પાણીપુરીનું પાણી,65 કિલો બટાકા તેમજ 35 લિટર તેલનો નાશ કર્યો હતો. કલોલ નગરપાલિકા દ્વારા બજાર અને હાઇવે વિસ્તારમાં આવેલ તમામ ખાણીપીણીના એકમો બંધ કરાયા હતા.
કલોલ શહેરના બે વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરમાં ચાર વ્યક્તિઓ ને કોલેરા થતા તંત્ર સાબદું થઈ ગયું છે. જિલ્લા કલેકટર દ્વારા કોલેરા અસરગ્રસ્ત કલોલ ની મુલાકાત કરવામાં આવી હતી. તેઓએ પ્રાંત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રોગચાળા વિશે માહિતી મેળવી હતી