હુમલો કરનાર બાર આરોપીઓને પોલીસે પકડી પાડી જેલ ભેગા કર્યા…..

મળતી વિગતો મુજબ ગઈકાલની મોડી સાંજે પંચવટી ગોપાલ નગર સોસાયટીમાં રહેતા પટેલ જૈમીન કુમાર પ્રહલાદભાઈ સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુદર્શન ચોકડી પાસે પહોંચતા તેમના પર ટોળાએ તલવાર વળે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પટેલ જૈમીન પ્રહલાદભાઈ સુદર્શન ચોકડી પાસે શાકભાજી લેવા અર્થે ઉભા હતા. ત્યારે ટોળામાં ઉભેલા એક ઇસમ દ્વારા તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવામાં આવી હતી.

જેથી જૈમીનભાઈએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા અન્ય ઈસમ દ્વારા જૈમીન ભાઈ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જૈમીન ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પોલીસને આ ગુનામાં 12 જેટલા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.

જેમની વિસ્તૃત પૂછપરછ કર્યા બાદ પોલીસ સાચા કારણ સુધી પહોંચી શકશે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતુ ?, પરંતુ આજ રોજ પોલીસને આ આરોપીઓને પકડવામાં સફળતા મળી” છે. તમામ આરોપીઓને કલોલ સીએચસી સેન્ટર ખાતે લાવીને મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી એકત્ર કરી આરોપીઓના પગેરા મેળવવા માટે અર્થાત પ્રયત્નો કર્યા હતા.જેમાં પોલીસને સફળતા મળતા કલોલ તાલુકા વિસ્તારમાં જ રહેતા સમગ્ર આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી.આ બારે આરોપીઓ એક જ સમાજના છે તેમ જ તેમના નામ,(૧) જીગર ઉર્ફેજેપી ગોવિંદજી ઠાકોર રહેબોરીસણા, (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતો અમરાજી ઠાકોર રહે બોરીસણા,(૩) ભાવેશ ઉર્ફે ભાવો રમેશજી ઠાકોર રહે બોરીસણા,(૪) સુનિલ ગલાજી ઠાકોર રહે બુરીસણા,(૫) જીગર ઉર્ફે જીગો દિલીપજી ઠાકોર રહે બોરીસણા,(૬) સુરેશ ઉર્ફે સુરો હલાજી ઠાકોર રહે બોરીસણા,(૭) અલ્પેશ રમેશજી ઠાકોર રહે બોરીસણા,(૮) આનંદ ઉર્ફે દંડિલ જુગાજી ઠાકોર રહે બોરીસણા,(૯) દશરથજી ઉર્ફે દસો અમરતજી ઠાકોર રહે બોરીસણા,(૧૦) સુનિલ ઉર્ફે સમોસો અમરતજી ઠાકોર રહે પ્રતાપપુરા,(૧૧) કિરણ કનુજી ઠાકોર રહે બોરીસણા,(૧૨) પ્રકાશજી ઉર્ફે પીનલ પ્રહલાદજી ઠાકોર હાલમાં પોલીસે આરોપીઓને જેલ ભેગા કરી વધુ તપાસ હાથ ધરી છે.
