કલોલમાં પોલીસે રેડ કરી નવ જુગારીઓને ઝડપી પાડયા, કોણ કોણ પકડાયું 

કલોલમાં પોલીસે રેડ કરી નવ જુગારીઓને ઝડપી પાડયા, કોણ કોણ પકડાયું 

Share On

કલોલમાં પોલીસે રેડ કરી નવ જુગારીઓને ઝડપી પાડયા, કોણ કોણ પકડાયું

કલોલમાં જુગાર પ્રવુતિ ફૂલીફાલી છે ત્યારે પોલીસ પણ લોકોના ઘર પરિવાર બરબાદ કરી દેતી જુગારની બદી સામે લાલ આંખ કરી રહી છે. પોલીસ દ્વારા બે અલગ અલગ સ્થળોએ રેડ કરીને 30 હજારના મુદ્દામાલ સાથે નવ જેટલા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે નવજીવન મિલની ચાલી તેમજ અહેમદી પાર્ક સોસાયટી પાછળથી શકુનિઓને ઝડપી લીધા હતા. પોલીસને બાતમી મળી હતી તે આધારે રેડ કરતા ત્યાં મયૂરઅલી ગ્યાસુદ્દીનભાઈ ચુલીયાર, મુઝાતખાન વાજીતખાન પઠાણ, ઇરફાન મુઝાતખાન પઠાણ, રબાની લાલશા ફરીક  આફતાબ ઉર્ફે સમીર અનવરખાન પઠાણ, નૂર મહંમદ હસનભાઈ ચૌહાણને પકડી લીધા હતા.

બીજી તરફ નવજીવન મિલમાં પાણીની ટાંકી પાસે  લાલુજી મંગાજી ઠાકોર, જગદીશ શંકરભાઈ મકવાણા, સતીષ ઈશ્વરભાઈ મકવાણા જુગાર રમતા હોવાની બાતમી મળતા ત્યાં પોલીસ ત્રાટકી હતી અને ત્રણેય જુગારીઓને રંગેહાથે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો હોવાની શક્યતા વધુ ,શું છે ગણિત ?

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર