કલોલ સિવિલના દરવાજે લોખંડની જાળી બેસી જતા દુર્ઘટનાની શક્યતા
કલોલમાં સિવિલ આગળ લોખંડની જાળી નીચે બેસી ગઈ છે. જેને કારણે જોખમ સર્જાયું છે. જવાબદાર લોકો અહીંથી રોજ પસાર થતા હોવા છતાં કોઈના પેટનું પાણી નથી હલી રહ્યું. આ સંજોગોમાં દર્દીઓ તેમજ વાહન ચાલકો માટે મુસીબત ઉભી થઇ છે. કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દૈનિક સેંકડો લોકો આવતા હોય છે. હોસ્પિટલમાં પ્રવેશવાના દરવાજા આગળ નાંખેલ લોખંડની જાળી બેસી જતા જોખમ સર્જાયું છે. અમુક વખતે દર્દીઓને લાવવા લઈ જવામાં પણ તકલીફ પડતી હોવાનું સામે આવ્યું છે. આ જાળીની મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
. દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સ ઓન અહીં ફસાઈ જતી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. અમુક વખતે પ્રસૂતા મહિલાને લઈને આવતી વખતે વાહનના પ્રથમ બે પૈડાં તો આગળ નીકળી જાય છે પણ પાછળના પૈડાંને નીકળવામાં સમસ્યા સર્જાય છે. આ સંજોગોમાં વધુ જોર આપીને વાહન કે એમ્બ્યુલન્સ બહાર કાઢવામાં આવે તો પ્રસૂતા અને બાળક પર જોખમ ઉભું થઇ શકે છે. નાગરિકોના હિતમાં આ જાળીને બદલવામાં આવે તે જરૂરી બન્યું છે.
Video : કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો