ભાવનગરની કોલેજમાં ભાજપમાં જોડવાનો પત્ર વાઇરલ થતા પ્રિન્સિપાલનું રાજીનામુ
શિક્ષણ સંસ્થાઓમાં પણ રાજકારણ ઘુસી ગયું છે તેનો તાજો નમૂનો ભાવનગરની એક કોલેજમાં જોવા મળ્યો હતો. અહીં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને ભાજપમાં જોડાવવાનો પત્ર વાઇરલ થતા હડકંપ મચી ગયો હતો. ભાવનગરની ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું.
આ અભિયાન માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને તેમને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા જણાવ્યું હતું. આ જાહેરાત બાદ કોંગ્રેસ સહીત લોકો મોટો ઉહાપોહ મચાવ્યો હતો
સમગ્ર રાજ્યમાં આ કોલેજની આકરી ટીકા થતા ભારે નાલેશી થઇ હતી. જેને લઈને કોલેજના આચાર્યને પોતાની ભૂલ સમજાઈ હતી અને રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસે આ મામલે જણાવ્યું હતું કે અમે આ ઘટના કોના ઈશારે થઇ તેની તપાસ કરીશું તેમજ યુનિવર્સિટીમાં પણ ફરિયાદ કરવામાં આવશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ