કલોલમાં જમીનને લઈને જાહેરમાં મારામારી,પોલીસ ફરિયાદ દાખલ
કલોલની મામલતદાર કચેરીએ છુટા હાથની મારામારી થઈ હતી. જમીન વિવાદમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. પાટણના ઇસમે કલોલ તાલુકાના રાચરડા ગામના ખેડૂતની જમીન ઘસી નાખી હતી જેથી ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની અદાવત રાખી મારામારી થઈ હતી. કવિતા સર્કલ પાસે જાહેરમાં મારામારી થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે વચ્ચે પડીને ટોળું વિખેર્યું હતું.
રાચરડા ગામના પ્રહલાદજી ઠાકોરની જમીન પાવર આધારે પાટણના મોતીભાઈ અલ્લારખા રાઠોડે પચાવી પાડી હતી. જેથી તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી ખેડૂતે આ જમીનનો દસ્તાવેજ થાય નહીં તે માટે અરજી કરી હતી. ખેડૂતને જાણ થઈ હતી કે જમીનનો દસ્તાવેજ કરવા ટોકન લેવાયો છે જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. અહીં મોતીભાઈએ પ્રહલાદજી ઠાકોર સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ બાદ મામલતદાર કચેરી ખાતે ટોળાએ જાહેર રોડ પર મારામારી કરતા પોલીસ દોડી આવી હતી.
Full Video ↓↓↓↓↓
કવિતા સર્કલે બબાલ થતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.લોકોના ટોળા મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. શહેરમાં ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી.