કલોલમાં રેલ રોકો આંદોલન કરવાની કોણે ચીમકી આપી ? કેમ ?

કલોલમાં રેલ રોકો આંદોલન કરવાની કોણે ચીમકી આપી ? કેમ ?

Share On

તો અમે કલોલમાં રેલ રોકો આંદોલન કરીશું

કલોલના તમામ નાગરિકો માટે પૂર્વ થી પશ્ચિમમાં આવવા જાવા માટેનો એક માર્ગ કલોલ પૂર્વેમાં BVM ફાટક  છે. પરંતુ વારંવાર લાંબા સમય માટે ફાટક બંદ હોવાથી બંને તરફના નાગરિકો માટે ફાટક એ ગંભીર સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા થી પરેશાન નાગરિકોના હિતમાં ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાના વર્ષો થી આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ઓવરબ્રિજનું જમીન ઉપર કોઈ કામગીરી થઈ નથી. જેના માટે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી થાય એ માટે બહુજન મુક્તિ પાર્ટી દ્વારા પાંચ ચરણમાં આંદોલન ઘોષિત કરવામાં આવ્યું હતું.

જેમાં ગત તારીખ ૦૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ કલેક્ટર સાહેબ ગાંધીનગર, પ્રાંત ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ શ્રી કલોલ નગરપાલિકાએ રૂબરૂ જઇ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

આવેદપત્ર પાઠવ્યામાં આવ્યાના૧૫ દિવસ સુધી કોઈપણ કચેરીથી  કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક માહિતી મળેલ નથી. જેથી બહુજન મુક્તિ પાર્ટી દ્વારા બીજા ચરણમાં ઘરણા પ્રદર્શન નું એલાન હતું જે વર્તમાન મહામારીની સરકારી ગાઇડલાઇન અને નાગરિકોના આરોગ્ય માટે યોગ્ય ના લાગતા. બહુજન મુક્તિ પાર્ટીએ બીજું ચરણ ઓનલાઈન, વર્ચ્યુઅલ રીતે એલાન કર્યું છે.

જેમાં ફાટક ની સમસ્યા થી પરેશાન નાગરિકોને પોતાની વ્યથાના વિડિયો બનાવી વાઇરલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં બહુજન મુક્તિ પાર્ટીને જોરદાર પ્રતિસાદ મળતો હોય. કલોલનું સોશિયલ મીડિયા ઓવરબ્રિજના મુદ્દાથી ભરેલું જોવા મળી રહ્યું છે. વધુમાં જણાવતા બહુજન મુક્તિ પાર્ટીએ એલાન કર્યું છે કે ટૂંક સમય માં ઓવરબ્રિજની જમીની કામગીરી શરૂ નહીં થાય તો રેલ રોકો આંદોલન પણ છેડવા માં આવશે.

Home sale

 

કલોલ સમાચાર