કલોલમાં જબરદસ્ત વરસાદથી જનજીવન પ્રભાવિત,વીજ પુરવઠો ખોરવાયો
કલોલ સહીત સમગ્ર ગુજરાતમાં વરસાદ તૂટી પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ગઈકાલે સાંજથી કલોલમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ વૃક્ષો પડી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. બીજી તરફ કમોસમી માવઠાથી ખેડૂતોને પણ નુકશાન થવાની શક્યતા છે.
કલોલમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ગાજવીજ સાથે સાંજથી વરસાદ પડતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઝાડ પડવાને કારણે ઘણી જગ્યાએ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
બીજી તરફ કલોલથી મોટેરા આઇપીએલની મેચ જોવા ગયેલા લોકો અટવાયા હતા. કલોલ શહેરમાં ઠેરઠેર ખોદેલ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હતું. જેને કારણે અકસ્માતની સંભાવના પણ રહેલી છે.\