રોટરી ક્લબ સંચાલિત રાજેશ હોસ્પિટલની બેદરકારી …..

કલોલમાં આવેલ રાજેશ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. રાજેશ હોસ્પિટલે પોતાનો બાયો મેડિકલ વેસ્ટ તથા પ્રતાપપુરા ગામમાં આવેલ કલોલ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડમાં ઠાલવતા પ્રતાપપુરાના રહીશોમાં રોષની લાગણી છે. બાયોમેડિકલ વેસ્ટને કારણે લોકોનો આરોગ્ય જોખમાઈ રહ્યું છે.તેને ખુલ્લામાં નાખવામાં આવે તો અનેક રોગો થાય છે તેમ છતાં આંખ આડા કાન કરીને રાજેશ હોસ્પિટલે ખુલ્લામાં જ બાયોમેડિકલ વેસ્ટ ઠાલવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
કલોલ નગરપાલિકાના ટ્રેક્ટરમાં જ આ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. કલોલ નગરપાલિકાનું ટ્રેક્ટર બાયોમેડિકલ વેસ્ટ લઈને પ્રતાપપુરા પહોંચ્યું હતું ત્યાં સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો અને ટ્રેકટરને પરત રાજેશ હોસ્પિટલમાં મોકલી દીધું હતું. રાજેશ હોસ્પિટલે લોકોનું આરોગ્ય જોખમાય તેવું કામ કરતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ થઈ રહી છે.
