અમિત શાહે કલોલના નારદીપુરમાં વૃક્ષારોપણ કરીને શું કહ્યું, વાંચો

અમિત શાહે કલોલના નારદીપુરમાં વૃક્ષારોપણ કરીને શું કહ્યું, વાંચો

Share On

અમિત શાહે કલોલના નારદીપુરમાં વૃક્ષારોપણ કરીને શું કહ્યું


આજે કૃષ્ણ જન્મોત્સવના શુભ દિને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગર લોકસભા સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ અને હરિયાળી લોકસભા બને તે માટે શ્રી શાહે અગાઉ પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં “મિશન મિલિયન ટ્રી” ના માધ્યમથી ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

કલોલ તાલુકા અને શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ જામી,પોલીસ એક્શનમાં  

અમિતભાઇ શાહે આ તબક્કે તેમના ટુંકા ઉદબોધનમાં કહ્યું હતું કે આજના દિવસે દ્વારિકા થી લઈને આસામ અને વૈષ્ણોદેવી થી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં એકમાત્ર એવો જન્મદિવસ કે જેમાં વિના આમંત્રણે કરોડો લોકો મધ્ય રાત્રી સુધી જાગીને પૂરા ભાવથી શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવશે.

૫૧૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દરેક માટે પ્રેરણાદાયી, કોઈ માટે તેઓ યોગી સ્વરૂપે, કોઈ માટે મહાન સંગીતકાર, ગીતાના રચયિતા અને તત્વજ્ઞાનના પ્રણેતા, તો કોઈક માટે પંચજન્ય વાગે અને દુશ્મનોના હાજા ગગડે તેવા મહાન રણનીતિકાર. એક જ જીવનમાં અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી એટલું જ નહિ પરંતુ “સંભવામિ યુગે યુગે” નો સંદેશ આપી હજારો વર્ષ પછી પણ લોકોના મનમાં જ કૃષ્ણ છે તેવો ભાવ ઊભો થાય તેવું પ્રેરક જીવન ભગવાન શ્રી કૃષ્ણ જીવ્યા તેમ તેઓએ ઉમેર્યું હતું.

 

 ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
 અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર