કલોલમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામોને વળી મંજૂરી કેવી, તમામ અરજી રદ કરો

કલોલમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામોને વળી મંજૂરી કેવી, તમામ અરજી રદ કરો

Share On

કલોલમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામોને વળી મંજૂરી કેવી, તમામ અરજી રદ કરો

કલોલ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર હથોડો ઝિંકવામાં આવ્યો છે જેથી કેટલાક દબાણ કાળો પોતાનો ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવવા માટે ઔડામાં દોડી ગયા છે અને ઇમ્પેક્ટ ફી ભરીને તેમનું ગેરકાયદેસર દબાણ કાયદેસર કરાવવા માટે તજવીજ કરી રહ્યા છે ત્યારે જાહેર માર્ગો અને ટ્રાફિકને અડચણરૂપ હોય તેવા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટેની અરજીઓ આવડા દ્વારા ફગાવી દેવામાં આવવી જોઈએ તેવી જનતા જનાર્દનમાંથી માંગણી ઉઠવા પામી છે.

 

નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને આ રસ્તા ઉપર થયેલા દબાણ દૂર કરીને રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા રહે નહીં ત્યારે ઔડા દ્વારા ઇમ્પેક્ટ ફી ની અરજી સ્વીકારીને કેટલાક ગેરકાયદેસર બાંધકામો કે જે ટ્રાફિકને અડચણરૂપ છે તેને કાયદેસર કરવાની તજવીજ કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા કરાયેલી કામગીરી ઉપર પાણી ફરી જવાની શક્યતાઓ રહેલી છે ત્યારે શહેરના વિકાસને ધ્યાને રાખીને અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને ઔડા દ્વારા આવી ઇમ્પેક્ટ ફીની અરજીઓ ફગાવી દેવામાં આવે તે જરૂરી બન્યું છે

કલોલ સમાચાર