કલોલના માર્ગો પર રહેલા માટીના ઢગલા નગરપાલિકા ક્યારે હટાવશે 

કલોલના માર્ગો પર રહેલા માટીના ઢગલા નગરપાલિકા ક્યારે હટાવશે 

Share On

કલોલના માર્ગો પર રહેલા માટીના ઢગલા નગરપાલિકા ક્યારે હટાવશે

કલોલ નગરપાલિકા દ્વારા કામમાં બેદરકારી રાખવામાં આવતી હોવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શહેરમાં દબાણ ઝુંબેશ બાદ પાલિકાએ માટીના મસમોટા ઢગલા કરીને મુક્યા હતા જે હજી સુધી હટાવવામાં આવ્યાં નથી.
કલોલના બજાર વિસ્તારમાં અનેક જગ્યાએ આ પ્રકારના ઢગલા છે. ગુરુદ્વારા સામે દુકાનો આગળ ઢગલાને કારણે વેપારી પરેશાન થઇ ગયા છે. આ માટીના ઢગ દુર કરવા માટે કલોલ પાલિકામાં અરજી પણ આપવામાં આવી છે તેમ છતાં તેને દુર કરવામાં આવ્યા નથી. માર્ગ વચ્ચે આવા ઢગને કારણે વાહન ચાલકો પણ અગવડ ભોગવી રહ્યા છે.

કલોલ સમાચાર