પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ
કલોલ શહેરના શહેરના રેલવે પૂર્વમાં પાઈપલાઈન લીકેજ થવાના બનાવ વધી રહ્યા છે. આજે સવારે પૂર્વની જીવાદોરી ગણાતા રેલવે અંડરબ્રિજ આગળ પાણીની પાઈપલાઈનમાં લીકેજ સર્જાયું હતું. જેથી આસપાસના રહીશો તેમજ વાહનચાલકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
જોકે સામાજિક કાર્યકર નિલેશભાઈ ત્યાંથી મોર્નીગ વોક માટે નીકળતા તેઓના ધ્યાનમાં આ બાબત આવી હતી. જેથી તેઓએ પાણીની લીકેજ લાઈન રીપેર કરાવી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે “આજ સવારે મોર્નિંગ વોકમા નિકળ્યો હતો ત્યારે કલોલ પૂર્વના જીવા દોરી સમાન અંડરબ્રીજના મુખ્ય રોડ પર ખૂબ પાણી ભરાઈ ગયેલ જોયું હતું આજુબાજુના રહીશોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે મુખ્ય માર્ગની બાજુમાં નાખેલી પાણીની લાઇનમાં લીકેજ થયું છે જેના કારણે પાણી ખૂબ મોટી માત્રામાં રોડ પર આવી ગયું હતું.”
આ બાદ તેઓએ આ વાતની જાણ કલોલ નગરપાલિકાના વોટર વર્કસનાં કર્મચારીને કરતાં તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતું.સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્યની આ કામગીરીના ત્યાંના રહીશોએ ખૂબ પ્રશંસા કરી હતી.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો
કલોલ પૂર્વમાં કુતરાઓ મુદ્દે બબાલ,પંચવટીનો ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો
1 thought on “જલ હૈ તો કલ હૈ:અંડરબ્રિજ આગળ પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ”