કલોલની સંજીવની હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ
કલોલના બોરીસણા ગામમાં રહેતા અરવિંદભાઈ રાવળએ પેટના નીચેના ભાગે દુઃખાવો ઉપડ્યો હતો. જેને પગલે પરિવારજનો સંજીવની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. સંજીવની હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્યુ થયું હતું.
મૃતકના સગાઓએ તબીબોની બેદરકારીને પગલે દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવતા મૃતકના પત્નીએ ન્યાય મેળવવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
રંજનબેન રાવળે ઓપરેશન દરમિયાન બેદરકારી રાખવા બદલ ત્રણ તબીબો વિરુદ્ધ ફરિયાદ દાખલ થવાની માંગ કરી હતી. કલોલની સંજીવની હોસ્પિટલમાં દર્દીની સર્જરી હોમિયોપેથીના તબીબ ભાવિન પટેલે શરુ કરી હતી તેમ મૃતકના પત્નીએ આક્ષેપ કર્યો હતો.