કલોલના બારોટ વાસ પાસે જર્જરિત મકાનની છત તૂટી પડી

કલોલના બારોટ વાસ પાસે હોળી ચકલામાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જુના મકાનની છતનો પોપડો તૂટી પડતા આસપાસ ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી જોકે નીચે રહેલા પશુઓને ઈજા પહોંચી હતી.
કલોલમાં આ રીતના અનેક ભયજનક મકાનો છે. તંત્ર દ્વારા આવા મકાન માલિકોને નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. કોઈ વખત મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તે પણ ચર્ચા ઉઠી છે.
