વિધાનસભાની ચૂંટણીમાં કલોલ પોલીસ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડે પગે તૈયાર……
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા આજરોજ કલોલમાં રૂટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રૂટ માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો. કલોલ ના વિવિધ વિસ્તારોમાંથી રૂટ માર્ચ પસાર થઈ હતી. વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો પાનસર ત્રણ રસ્તા, જ્યોતેશ્વર મહાદેવ, ટાવર ચોક તેમજ રેલવે સ્ટેશન રોડ થી આ ફ્લેગ માર્ચ પસાર થઈ હતી.
યોજવામાં આવેલી પોલીસની રૂટ માર્ચ સ્થાનિક જનતામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ પોલીસની રૂટ માર્ચ ને સ્થાનિક જનતા દ્વારા બિરદાવવામાં આવી હતી.