કલોલમાં સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો ધરણા પર બેઠા 

કલોલમાં સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો ધરણા પર બેઠા 

Share On

કલોલમાં સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો ધરણા પર બેઠા

કલોલની સિન્ટેક્સમાંથી રાતોરાત ૨૭૮ જેટલા કામદારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. જેને પગલે બેરોજગાર બનેલા કામદારોએ ધરણા પ્રદર્શન શરુ કર્યું છે. કામદારોએ કંપની વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો છે.

અચાનક છુટા કરવામાં આવતા મોટી સંખ્યામાં કામદારોને આગામી સમયમાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. કામદારોની માંગણી છે કે તેમને ફરી નોકરી પર રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે સિન્ટેક્સ કંપનીને વેલસ્પન ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યા બાદ આ છટણી કરવામાં આવી છે.

કલોલ સમાચાર