કલોલની સાંતેજ કેનાલમાં યુવક તણાયો, પોલીસ – ફાયરની મદદ ના મળી હોવાનો આક્ષેપ

કલોલની સાંતેજ કેનાલમાં યુવક તણાયો, પોલીસ – ફાયરની મદદ ના મળી હોવાનો આક્ષેપ

Share On

 

By પ્રશાંત લેઉવા

કલોલના સાંતેજ પાસે બપોરના સમયે વસ્ત્રાપુરનો યુવાન કેનાલમાં નાહવા જતા પગ લપસી ગયો હતો. જેને પગલે વ્યક્તિ કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. વસ્ત્રાપુરમાં રહેતા રાજુ કુમાવત સાંતેજ કેનાલ ખાતે વસ્ત્રાપુરથી નાહવા માટે આવ્યા હતા તેમનો પગ લપસી જતા ત્રણ વાગ્યા આસપાસ કેનાલમાં તણાઈ ગયા હતા.

મૃતકની બોડી કેનાલ આગળના ગેટ પાસે સાંજે 5:00 વાગે જોવા મળી હતી. મૃતકના પરિવારજનોએ સાંતેજ પોલીસ અને ફાયર બ્રિગેડમાં જાણ કરી હતી. જોકે પોલીસ અને ફાયર બ્રિગેડની કોઈ મદદ મળી ન હોવાનો મૃતકના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે. મૃતકના સસરાએ જણાવ્યું હતું કે પોલીસની ગાડી બપોરે એક વખત આવીને પરત ફરી હતી. લાશ ઘટના સ્થળથી પાંચ કિલોમીટર જેટલી આગળ તણાઈને પહોંચી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની મદદ મળી નથી.

 

બીજી તરફ સાંતેજ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા માહિતી મળી હતી કે હજુ સુધી લાશ મળી નથી અને તેની શોધખોળ ચાલુ છે.

 

કલોલ સમાચાર