કલોલનાં નાસ્મેદમાંથી પાંચ જુગારીઓ ઝડપી પાડતી સાંતેજ પોલીસ
By Prashant Leuva
કલોલ તાલુકાની સાંતેજ પોલીસે નાસમેદ ગામ ખાતે મહાકાળી ફાર્મની પાછળ બાવળ જાળીમાં આવેલ વખડાંના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં પૈસા પાના પત્તા વડે જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા 22,860 ના મુદ્દા માલ સાથે પકડીને જુગારનો ક્વોલિટી કેસ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે નાસ્મેદ ગામની સીમમાં આવેલ મહાકાળી ફાર્મની પાછળ બાવળ જાળીમાં આવેલ વખડાના ઝાડ નીચેની ખુલ્લી જગ્યામાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમે છે જેની આધારે પોલીસે રેડ કરતા પાંચ ઈસમોને જુગાર રમતા પકડી આરોપીઓની અંગ જડતીમાંથી નાણા ₹20,300 અને દાવ ઉપરથી 2560 કુલ મળીને 22,860 રૂપિયા સાથે ઝડપાઈ ગયા હતા તેમની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં મનીષજી દિનેશજી ઠાકોર, ગણપતભાઈ કાળાભાઈ નાયક, અશોકજી પોપટજી ઠાકોર, મહેન્દ્રભાઈ રમેશભાઈ વાઘેલા અને કૃષ્ણકાંત લાલસિંહજી ઠાકોરનો સમાવેશ થાય છે.
