સરપંચ રિઝલ્ટ : કલોલ તાલુકામાં કોણ જીત્યું, વાંચો સમગ્ર લિસ્ટ

સરપંચ રિઝલ્ટ : કલોલ તાલુકામાં કોણ જીત્યું, વાંચો સમગ્ર લિસ્ટ

Share On

સરપંચ રિઝલ્ટ : કલોલ તાલુકામાં કોણ જીત્યું

કલોલ તાલુકાના ગામડાઓનું સરપંચનું પરિણામ જાહેર થઇ ગયું છે. હવે આ  ગામોમાં નવા સરપંચ નું રાજ ચાલશે. કલોલની સરકારી ટેક્નિકલ સ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી. વહેલી સવારથી જ મતગણતરીના સ્થળે લોકોના મસમોટા ટોળા એકઠા થઇ ગયા હતા.

કલોલ તાલુકાના દંતાલી,જાસપુર,ગણપતપુરા,હાજીપુર, ભીમાસણ, અઢાણા,રામનગર,પાનસર,છત્રાલ,કાંઠા અને નવા ગામોની મતગણતરી શરુ થતા જ હાજર રહેલા લોકોમાં પરિણામ જાણવાની ઉત્સુકતા જોવા મળી હતી. ટેક્નિકલ સંસ્થા ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ક્યાં કોણ બન્યું સરપંચ ?

 

 

અઢાણામાં નવલસંગજી જુવાનજી ઠાકોર,ગણપતપુરામાં સંગીતાબેન વિષ્ણુકુમાર ઠાકોર,નવામાં કંચનબા અરવિંદસિંહ વાઘેલા, પાનસરમાં ભરતભાઇ વાઘેલા,રામનગરમાં સતીશ ભીખાભાઇ પટેલ,જાસપુરમાં નીતાબેન અજય કુમાર ઠાકોર,ભીમાસણમાં સુરેશભાઈ અમૃતભાઈ સેનમા,કોઠામાં નરેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિ,દંતાલીમાં રિદ્ધિકાબેન દિપક કુમાર ઠાકોર સરપંચપદે ચૂંટાઈ આવ્યા હતા.

સરપંચ રિઝલ્ટ : કયા તાલુકામાં કોણ જીત્યું, વાંચો સમગ્ર લિસ્ટ

ગાંધીનગર તાલુકાના 52 ગામોના ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરી સેક્ટર-15 કોલેજ ખાતે રખાઈ હતી. જોકે સરપંચ અને વોર્ડ સભ્યોના ઉમેદવારોના ટેકેદારો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં મતગણતરી સ્થળે ઉમટી પડતા કંટ્રોલ કરવા પોલીસ માટે કપરૂ બની રહ્યું હતું. જિલ્લાના ચારેય તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરીની કામગીરી જે તે તાલુકામાં જ રખાઈ હતી. તેમાં ગાંધીનગર તાલુકાની મતગણતરીની કામગીરી સેક્ટર-15 ખાતે હતી.

કલોલ સમાચાર