SBI અને HDFC ફિક્સ ડિપોઝીટ વધુ વ્યાજ આપશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હવે તમને વધુ વ્યાજ આપશે. આ બંને બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જ્યાં SBIએ 2 વર્ષથી ઉપરના સમયગાળા માટે FDના દરમાં વધારો કર્યો છે. SBIની વેબસાઈટ અનુસાર, સંશોધિત વ્યાજ દર 15 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. તે જ સમયે, HDFC બેંકે રૂ. 2 કરોડથી ઓછી FD પર વ્યાજ દરમાં 5-10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 14 ફેબ્રુઆરીથી લાગુ થશે.

ગયા મહિને SBIએ 1 વર્ષની FD પર વ્યાજ દર 5 થી વધારીને 5.10% કર્યો હતો. એ જ રીતે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 5.50 થી વધારીને 5.60% કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દર 15 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે.
તાજેતરમાં, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. અગાઉ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC અને કોટક મહિન્દ્રા બેન્કે પણ FD વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.
