જાતિસૂચક ટિપ્પણી મામલે ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કલોલ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ

જાતિસૂચક ટિપ્પણી મામલે ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કલોલ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ

Share On

SC સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલે ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ

કલોલ બહુજન મુક્તિ પાર્ટીનું યુનિટ ભાજપના આગેવાને દલિત સમાજને અપશબ્દો બોલતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કલોલ પોલીસ સ્ટેશન પહોચી હતી.14 મે, 2022ના રોજ ગુજરાત રાજ્યના, કચ્છ જિલ્લા, તાલુકા ભુજ ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નિર્મિત છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા યોગેશ બોક્ષા દ્વારા પોતાના વક્તવ્યમાં કહેવામાં આવ્યુ હતું કે “લખી લેજો, ભારતીય જનતા પાર્ટી અને કેસરીયાના પ્રતાપે અહિંયા આવુ છું, નહિતર સોનાની સડકો કરો તોય અમે ન આવીએ, અને ચાલુ કરો, આમ કરો તેમ કરો, એમ અમે થોડા કાંઈ વડ વાંદરા છીએ અમે કાંઈ  “ઢે*.. બજાણી…” છીએ.”  આવા શબ્દો સ્ટેજ ઉપરથી ઉચ્ચાર્યા હતા.

 આ પ્રકારના શબ્દો ભારતીય જનતા પાર્ટીના આગેવાન યોગેશ બોક્ષાની હીન જાતિવાદી માનસિકતા દર્શાવે છે. આવા શબ્દો ઉચ્ચારીને બી.જે.પી આગેવાને સમગ્ર અનુસુચિત જાતિના નાગરિકોનું અપમાન કર્યુ છે. ઉચ્ચારેલા શબ્દો ગૈરબંધારણીય છે જેથી આવા શબ્દોનો પ્રયોગ કરવોએ ભારતીય બંધારણનું અપમાન છે.
ભારતીય જનતા પાર્ટીના આગેવાન યોગેશ બોક્ષા દ્વારા કરેલ જાતિવિષયક ટીપ્પણીએ  અનુસુચિત જાતિ પ્રતિબંધ અધિનિયમ સેક્શન 3(2), તથા ઇંડિયન પીનલ કોડ કલમ 153 (એ) તથા એક્ટ્રોસીટી એક્ટ કલમ 3 (1) (આર) (યુ), 3(2) (5-એ) દ્વારા ગુનો બને છે. તેથી યોગેશ બોક્ષા વિરૂધ્ધ એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી યોગ્ય ન્યાયીક કાર્યવાહી કરવામાં આવે. જે માટે અમો બહુજન મુક્તિ પાર્ટી કલોલ તાલુકા યુનીટ દ્વારા ઉગ્ર વિરોધ સાથે એક્ટ્રોસીટી એક્ટ મુજબ કાનુની કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ. આ લેખીત આવેદનપત્રના અનુસંધાનમાં યોગ્ય ન્યાનીક કાર્યવાહી કરવામાં નહી આવે તો બહુજન મુક્તિ પાર્ટી દ્વારા આવનારા સમયમાં સૈવેધાનિક રીતે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ બીએમપીએ જણાવ્યું હતું.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર ગુજરાત સમાચાર