બનાસકાંઠામાં મોટું કૌભાંડ થયું હોવાનો જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ,વાંચો વિગત
જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો આક્ષેપ થતા રાજકારણ ગરમાયું છે.વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડનો આક્ષેપ થયો છે. મેવાણીએ જણાવ્યું હતું કે અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના ગામોમાં કૌંભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. અહીં 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌંભાંડ આચરાયું હોવાની મેવાણીએ આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે સ્થળ પર જ્યારે સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર કોઈ જ નેટ હાઉસ ન બન્યું હોવાની વિગત સામે આવી હતી.જિલ્લામાં અનેક લોકોને બારોબાર બિયારણ પણ પધરાવી દેવાયું હોવાનો આરોપ પણ મુક્યો છે.
View this post on Instagram