વાવાઝોડાને પગલે કલોલની શાળાઓમાં રજા જાહેર કરાઈ 

વાવાઝોડાને પગલે કલોલની શાળાઓમાં રજા જાહેર કરાઈ 

Share On

વાવાઝોડાને પગલે કલોલની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ

સમગ્ર રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદની આગાહી છે. રાજ્યના આશરે 11 જેટલા જીલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા સુચના આપવામાં આવી છે. અમદાવાદ,ગાંધીનગર,આણંદ,કચ્છ,પોરબંદર વગરે જીલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે.
ગઈકાલે રાત્રે નવ વાગ્યે ગાંધીનગર જીલ્લાની શાળાઓ બંધ રાખવા સુચના આપવામાં આવી હતી. જેને પગલે કલોલ શહેર અને તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. આ ઉપરાંત જરૂર પડે તો શાળાઓને શેલ્ટર હોમમાં ફેરવવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
કલોલમાં વાવાઝોડાને પગલે ગુરુવારે દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયું હતું. બીજી તરફ રેલ્વે પૂર્વ અને પશ્ચિમને જોડતો અંડરબ્રીજ પણ બંધ કરવામાં આવતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંડરબ્રીજ બંધ થતા રેલ્વે ફાટકે ટ્રાફિકજામ સર્જાયો હતો.

કલોલ સમાચાર