કલોલ કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમાએ, પૂર્વ શહેર પ્રમુખે ફેસબુકમાં વર્તમાન પ્રમુખ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો 

કલોલ કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમાએ, પૂર્વ શહેર પ્રમુખે ફેસબુકમાં વર્તમાન પ્રમુખ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો 

Share On

કલોલ કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમાએ, પૂર્વ શહેર પ્રમુખે ફેસબુકમાં વર્તમાન પ્રમુખ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો

 

કલોલ : કલોલ કોંગ્રેસમાં હવે જૂથવાદ સપાટી પર આવી ગયો છે. વિપક્ષ તરીકે તો કોંગ્રેસે એક રહીને કામ કરવાનું હોય પરંતુ કોંગ્રેસમાં એક મહિના અગાઉ નવા પ્રમુખ આવ્યા અને જૂના પ્રમુખે વિદાય લીધી. થોડા સમય બધું સરખું ચાલ્યું પરંતુ ત્યારબાદ  પરંતુ ગાંધી જયંતી નિમિત્તે કલોલ શહેર કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યક્રમ કરવામાં ના આવતા કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ લાલસિંહ ઝાલાએ ફેસબુકમાં પોતે પોસ્ટ મૂકીને બળાપો ઠાલવ્યો છે.

પૂર્વ પ્રમુખ લાલસિંહ ઝાલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ” કલોલ શહેર કોંગ્રેસના નવા બનાવેલા પ્રમુખ જો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે એક દસ રૂપિયાનું ફૂલ ના મૂકી શકતા હોય તો પછી આગળ કહેવું શું…”  કલોલ શહેર કોંગ્રેસમાં ભાગલા હતા પરંતુ તે સપાટી ઉપર નહોતા આવતા પરંતુ હવે સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વર્તમાન પ્રમુખનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોમાં ગણગણાટ છે કે  શહેર કોંગ્રેસનું સંગઠન સુષુપ્ત અવસ્થામાં જતું રહ્યું છે. કોઈપણ જાતના કાર્યક્રમ પણ કરવામાં આવતા નથી. પ્રજાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, છતાં વિપક્ષ તરીકે કોંગ્રેસ કોઈ વિરોધ કે આંદોલન કરી રહ્યું નથી. આવા સંજોગોમાં આગામી કલોલ નગરપાલિકાની ચૂંટણી કેવી રીતે લડવામાં આવશે, તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 

કલોલ શહેર કોંગ્રેસની આંતરિક અસંગઠિત સ્થિતિ અને જૂથવાદને કારણે ચૂંટણીની તૈયારી પર અસર પડે તેવી શક્યતા છે. કાર્યકરો અને નેતાઓમાં એકતાનો અભાવ હોવાથી પક્ષની સ્થિતિ નબળી થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ કેવી રીતે ઉકેલાય છે, તેના પર સૌની નજર રહેશે.

કલોલ સમાચાર