કલોલ શહેર પોલીસ સ્ટેશનના જર્જરિત દરવાજાનો ફોટો માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડો
સરકારને પોતાના પોલીસ જવાનોની ચિંતા તો નથી જ પણ પાસે રહેલ આંગણવાડીના નાના ભૂલકાઓની શું ભૂલ ?
પ્રશાંત લેઉવા । કલોલ સમાચાર
કલોલ : કલોલ શહેર પોલીસ સ્ટેશન બહાર આવેલ ગાયકવાડી સમયના જર્જરિત દરવાજાનો ફોટો રાજ્યના માર્ગ અને મકાન વિભાગને મોકલવાની જરુર ઉભી થઇ છે. કલોલ શહેર પોલીસ સ્ટેશનની પાસે જૂની મામલતદાર કચેરી આવેલી છે. આ જૂની મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં છે. આ ઉપરાંત મામલતદાર કચેરીનો ગાયકવાડી રાજ સમયનો દરવાજો પણ ગમે ત્યારે તૂટે પડે તેવી સ્થિતિમાં છે. આ કમ્પાઉન્ડમાં કલોલ પોલીસ સ્ટેશન, ટ્રેજરી કચેરી અને સીટી સર્વે કચેરી આવેલી છે તેમજ બહારની સાઈડમાં ત્રણ આંગણવાડી આવેલી છે આ દરવાજો ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં હોવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતા છે.
આંગણવાડીમાં 100 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આંગણવાડીમાં નાના બાળકો પસાર થતા હોય તેમ રમતા હોય ત્યારે અવારનવાર વાંદરા પણ કુદાકુદ કરતા હોવાથી તેના કાટમાળ નીચે પડતો હોય છે. આ સંજોગોમાં જો કોઈ વખત વધારે કાટમાળ પડે તો બાળકોના જીવને જોખમ રહેલું છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશન, ટ્રેઝરી કચેરી અને સીટી સર્વે કચેરીમાં મોટી સંખ્યામાં મુલાકાત હોય તેમજ કર્મચારીઓ પસાર થતા હોય છે. પસાર થવાના રસ્તે જ દરવાજો આવેલ હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
જર્જરિત દરવાજાને લઈને આંગણવાડી દ્વારા કલોલ નગરપાલિકામાં તેને ઉતારી લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કલોલ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈએ પણ કલોલ નગરપાલિકામાં ઝડપથી દરવાજો ઉતારી લેવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ બાદ પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં પણ રજૂઆત કરાઇ છે. જોકે માર્ગ અને મકાન વિભાગ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ તેના પેટનું પાણી હલતું નથી અને આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી જેને કારણે અહીં આવતા મુલાકાતીઓમાં રોષ ફેલાયો છે. સરકાર દ્વારા આ બંને જર્જરિત ઇમારતોને સલામત રીતે દૂર કરાય તો અહીંની ખુલ્લી જગ્યાનો ઉપયોગ અન્ય કચેરીઓ માટે પણ થઈ શકે તેમ છે.
પોલીસ સ્ટેશન-આંગણવાડી સહિતનાં કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભય