કલોલ તાલુકા અને શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ જામી,પોલીસ એક્શનમાં
કલોલના અનેક ગામોમાં જુગારીઓ જુગાર રમતા પકડાઈ રહ્યા છે. પોલીસ દ્વારા જુગારીઓ પર કેસ કરાઈ રહ્યા છે. હાલ શ્રાવણિયા જુગારની મોસમ જામી છે. જિલ્લા પોલીસ એલસીબી ટુ ને સાંતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જુગારની માહિતી મળતાની સાથે ખાત્રજ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાનો હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા હતા.
અહીં દરોડો પાડી ચાર જેટલા માણસો સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી સાધનો તેમજ રોકડ રૂપિયા 17,600નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા હેઠળનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ધરવામાં આવી હતી.
કલોલ પૂર્વના મથુરિયા નગરમાં ધડાકાભેર ઝાડ તૂટી પડ્યું, જુઓ ફોટા
બીજી તરફ ઇસંડ ગામમાંથી 10,200 ના મુદ્દા માલ સાથે 4 જુગારીઓ કલોલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત તાલુકાના પિયજ ગામમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ જુગારીઓને બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને ઝડપી લીધા છે. જેમાં મુદ્દામાલમાં ગંજીપાના પત્તા તથા 6 જુગારીઓના કુલ 12,200 રૂપિયા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો